ઉંમર પ્રમાણે વજન: જાણો ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીનું વજન કેટલું હોવું જોઈએ?
ઉંમર પ્રમાણે વજન: જાણો ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીનું વજન કેટલું હોવું જોઈએ?
ઉંમર પ્રમાણે વજન: સારા સ્વાસ્થ્ય માટે ઉંમર પ્રમાણે વજનનું સંતુલન હોવું જરૂરી છે, જો તમારું વજન ઉંમર પ્રમાણે પરફેક્ટ હોય તો સારા સ્વાસ્થ્યની નિશાની કહી શકાય.
ઉંમર પ્રમાણે વજન
હાલની આ ભાગ દોડ વાળી જીવન શૈલીમાં દરેક વ્યક્તિ ફીટનેશ પર ધ્યાન આપતો ઓછો થઇ ગયો છે, તેમજ બીજું સૌથી મોટું કારણ છે ફાસ્ટ ફૂડ આપણે આપણી જીંદગીમાં એક મહત્વના ભાગ તરીકે ઉમેરી દીધું છે. ખરે ખર સારા સ્વાસ્થ્ય જીવન માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે, જેને આપણે મિસ કરી રહ્યા છીએ.
સંતુલિત ખોરાક ન લેવના કારણે આપણા શરીરમાં ઘણી ઉણપ આવી જાય છે, ખરેખર આમ જોવા જઈએ તો વધારે વજન અથવા ઓછુ વજન તમને ઘણી બીમારીઓનો શિકાર બનાવી શકે છે. અસંતુલિત આહાર આપણને થાઇરોડ, મેદસ્વીપણું, ડીપ્રેશન જેવી પરિસ્થિતિઓનું કારણ બની શકે છે.
આમ જોવા જઈએ તો વધારે વજન અને ઓછુ વજન પણ લોકો માટે શરમનું કારણ બને છે, શરીરમાં પોષક તત્વોની ઉણપ અથવાતો કોઈ દીર્ઘકાલીન બીમારી, કીડની અથવાતો બીજી કોઈ બીમારીની સમસ્યાઓ વજન ઘટાડવા માટે કારણ બની શકતું હોય છે, કેટલાક વ્યક્તિનું વજન માત્ર આનુવાંશિક રીતે ઓછુ હોય છે.
ઉંમર અનુસાર આપણી બોડીમાં ફેરફાર થતા રહે છે, હાલ દરેક વ્યક્તિએ એ જાણવું જરૂરી છે કે તેની ઉંમર અનુસાર વજન કેટલું હોવું જોઈએ, જો વજન ઓછુ કે વધુ હોય તો તમારે સાવધાન રેહવાની જરૂર છે, તો અહી તમને એક સરેરાશ વજન ચાર્ટ આપવા જઈ રહ્યા છીએ જેથી તમે તમારી ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ તમને ખ્યાલ આવશે.
પુરુષો અને સ્ત્રીઓનું સરેરાશ વજન ચાર્ટ
ઉંમર | પુરૂષનું વજન | મહિલાનું વજન |
નવજાત શિશુ | 3.3 કિ.ગ્રા. | 3.3 કિ.ગ્રા. |
2થી 5 મહિના | 6 કિ.ગ્રા. | 5.4 કિ.ગ્રા. |
6થી 8 મહિના | 7.2 કિ.ગ્રા. | 6.5 કિ.ગ્રા. |
9 મહિનાથી 1 વર્ષ | 10 કિ.ગ્રા. | 9.5 કિ.ગ્રા. |
2થી 5 વર્ષ | 12.5 કિ.ગ્રા. | 11.8 કિ.ગ્રા. |
6થી 8 વર્ષ | 14 થી 18.7 કિ.ગ્રા. | 14 થી 17 કિ.ગ્રા. |
9થી 11 વર્ષ | 28 થી 31 કિ.ગ્રા. | 28 થી 31 કિ.ગ્રા. |
12થી 14 વર્ષ | 32 થી 38 કિ.ગ્રા. | 32 થી 36 કિ.ગ્રા. |
15થી 20 વર્ષ | 40 થી 50 કિ.ગ્રા. | 45 કિ.ગ્રા. |
21થી 30 વર્ષ | 60 થી 70 કિ.ગ્રા. | 50 થી 60 કિ.ગ્રા. |
31થી 40 વર્ષ | 59 થી 75 કિ.ગ્રા. | 60 થી 65 કિ.ગ્રા. |
41થી 50 વર્ષ | 60 થી 70 કિ.ગ્રા. | 59 થી 63 કિ.ગ્રા. |
51થી 60 વર્ષ | 60 થી 70 કિ.ગ્રા. | 59 થી 63 કિ.ગ્રા. |
નવજાત બાળકથી માંડીને 60 વર્ષની ઉંમર સુધીનો ચાર્ટ અહી આપવામાં આવ્યો છે, જેથી તમે તમારી જાતે ઉંમર પ્રમાણે વજન યોગ્ય છે કે નહિ તે ચેક કરી શકશો. જેથી તમે તમારા વજનને લઈને સતર્ક રહી શકશો અને ઉંમર પ્રમાણે તમારા શરીરને ફીટ અને સ્વસ્થ રાખી શકશો.
નોંધ:
આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી માહિતીની ખરાઈ કરી લેવી
Post a Comment