GPSC CALENDAR 2023: સરકારી ભરતી ની રાહ જોતા યુવાનો માટે સોનેરી તક, GPSC નુ ૨૦૨૩ નુ કેલેન્ડર ડીકલેર
GPSC CALENDAR 2023: સરકારી ભરતીઓની રાહ જોતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર છે. GPSC એ ૨૦૨૩ અને ૨૦૨૪ મા લેવાનારી ભરતી પરીક્ષાઓનુ કેલેન્ડર ડીકલેર કર્યુ છે. જેમાં વર્ગ ૧ અને વર્ગ ૨ કક્ષાની વિવિધ ભરતી પરીક્ષાઓ યોજાશે. જેમાંંઆ ભરતી પરીક્ષાઓ કેટલી જગ્યાઓ ભરવા માટે લેવામા આવશે એ પણ જાહેર કરવામા આવ્યુ છે.
GPSC નુ ૨૦૨૩ નુ કેલેન્ડર ડીકલેર
- GPSC દ્વારા વર્ષ 2023-24 નું પરીક્ષા કેલેન્ડર ડીકલેર
- GPSC દ્વારા કેલેન્ડરમાં 2023 માં યોજાનારી તમામ ભરતી પરીક્ષાઓની ની વિગતવાર માહિતી
- નવા વર્ષમાં અલગ-અલગ મહિનામાં વર્ગ ૧ અને વર્ગ ૨ ની પરીક્ષાઓનું થશે આયોજન
ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSC દ્વારા વર્ષ 2023-24 નાં વર્ષનું પરીક્ષા કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2023 માં યોજાનારી તમામ ભરતી પરીક્ષાઓ ક્યાં સમયગાળામાં યોજાશે તેની તમામ જગ્યાઓ સહિતની તમામ વિગતો દર્શાવવામાં આવી છે. સાથે તેની પ્રીલીમ પરીક્ષા અને મેઇન પરીક્ષા સંભવિત કઇ તારીખે યોજાશે તે પણ દર્શાવેલ છે.
READ ALSO: IB Recruitment 2023: IB માં 10 પાસ માટે 1675જગ્યાઓ પર ભરતી
નવા વર્ષમાં અલગ-અલગ પરીક્ષાઓનુ આયોજન
ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા નવા વર્ષના મે મહિનામાં કુલ 12 પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં નાયબ નિયામક, કાયદા અધિક્ષક, ટેકનિકલ ઓફિસર સહિતની અનેક ભરતી પરીક્ષાઓ યોજાનાર છે. ત્યારે જૂન 2023 માં વર્ગ ૧ અને વર્ગ ૨ કક્ષાની ભરતી માટે કુલ 15 અલગ-અલગ જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવશે. જ્યારે જુલાઈ મહિનામાં 19 જેટલી જગ્યાઓ પર પરીક્ષા લેવાશે, જેમા સૌથી વધુ જગ્યાઓ અંદાજે ૧૫૦ નાયબ મામલતદાર કક્ષાની ભરતી માટે હશે.
ઓગષ્ટથી ડિસેમ્બર સુધી પણ લેવાશે પરીક્ષા
ઓગષ્ટ મહિનામાં વર્ગ ૧ અને વર્ગ ૨ કક્ષાની ભરતી જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે. સપ્ટેમ્બર મહિનામાં પણ 14 જેટલી અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે. ઓક્ટોમ્બરમાં પણ 14 જેટલી પરીક્ષાનુ આયોજન કરવામા આવનાર છે. ત્યારે નવેમ્બર મહિનામાં કુલ 7 જેટલી પરીક્ષાઓનું આયોજન GPSC દ્વારા થનાર છે. વધુમાં ડિસેમ્બર મહિનામાં પણ 13 જેટલી પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવનાર છે.
GPSC CALENDAR 2023
Gpsc Exam Calendar 2023 pdf Download | Click here |
Home Page | Click here |